ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિના ભાગ બનવા બદલ અંતઃકરણપૂર્વક આભાર સતત પાંચ વર્ષ અમદાવાદમાં, ત્યારબાદ એક જ વર્ષમાં અમદાવાદ અને વડોદરામાં એમ બે આવૃતિઓ અને ત્યારબાદ એક વડોદરામાં મળીને, સાત વર્ષની અંદર ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની આઠ આવૃતિઓ યોજાઈ છે. આઠમી આવૃતિની સમાપ્તિ ડિસેમ્બરની 23મી તારીખે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં થઈ. આ વર્ષના આયોજનનો અમને અનેરો ઉમળકો હતો. ખૂબ મોટી અને નવી જગ્યામાં આયોજન હતું. અલગ-અલગ ભાષા અને રસ-રુચિના સાત ફેસ્ટીવલ્સ આયોજિત થયા હતા. અને સાથે સાથે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં કેલિફોર્નિયા-યુ.એસ.માં આયોજનની જાહેરાત પણ ત્યાંના યજમાન દ્વારા કરવામાં આવી! અનેક નવા વક્તાઓ, લેખકો, વિચારકો, ફિલ્મકારો દ્વારા વિચારોના આદાન પ્રદાન સાથે આવતી પેઢીના અનેક ઓજસ્વીઓને પ્રોત્સાહિત કરવાનો અમને આનંદ હતો. સાથે સાથે દર જી.એલ.એફ. વખતે અનેક પ્રયત્નો છતાં કેટલાંક મિત્રો નારાજ થતાં જ હોય છે એ બાબતનો રંજ પણ હતો. પરંતુ, હકીકત એ છે કે આ એક મંચ ઉપર બધાને, વર્ષોવર્ષ સમાવિષ્ટ કરવા શક્ય નથી. અને આ બાબત અમુક મિત્રો સ્વીકારી શકતાં નથી અને તુરંત સોશિયલ મીડિયા પર જઈને ખૂબ જહેમતથી આ મંચની વગોવણી કરે છે. તેમને સ્વાભાવિક લાગતું સેશન, ચર્ચા કે વક્તા કેમ નથી આ અંગે કંઈ પણ જાણ્યા કે સમજ્યા વિના ગાળાગાળી કરે છે. સામાન્ય રીતે અમે ચૂપ રહેવાનુંકે હકીકત સ્પષ્ટ કરતો ખુલાસો લખીને કોઈ પણ ટીકા-ટિપ્પણીઓ ન કરવાનું પસંદ કરીએ છીએ. જાહેર કાર્યક્રમોમાં સામાન્ય રીતે વક્તાઓને જોઈને લોકો આવવાનું પસંદ કરે છે. જેટલાં પોપ્યુલર અને પ્રખર વક્તા તેટલા લોકો વધારે તેવું સ્પષ્ટ ગણિત હોય છે. જોકે, જીએલએફમાં પહેલેથી અમે આવાં લોકપ્રિય વક્તાઓ સાથે સાથે સંપૂર્ણપણે નવા અને અજાણ્યા વક્તાઓ, લેખકો, કલાકારો અને સર્જકોને ખોળી લાવીએ છીએ. જાણીતા અને અજાણ્યા વક્તાઓનું યોગ્ય મિશ્રણ જ કાર્યક્રમોને રસપ્રદ બનાવે છે. સ્વાભાવિક છે કે આઠ આવૃતિઓ પછી ભાગ્યે જ કોઈ વક્તાઓ કે લેખકોને આમંત્રિત ના કર્યાં હોય. હા કેટલાક વક્તાઓને તારીખ કે સમયની અનુકૂળતા ન હોય, કેટલાક વક્તાઓને અન્ય વક્તાઓની હાજરી ખૂંચતી હોય અને કેટલાકની માંગણીઓ અમને અનુકૂળ ન હોય તેવું જરૂર બને છે. આ અંગે કોઈક આક્ષેપો થાય કે કલ્પિત વહાલા-દવલાના વિવાદો સર્જાય ત્યારે આયોજકો તરીકે અમે, ન બોલવામાં જ નવ ગુણ સમજીએ છીએ. જીએલએફની પ્રથમ આવૃત્તિથી જ આ કાર્યક્રમનો ઉદ્દેશ ખૂબ જ સ્પષ્ટ છે - સિદ્ધહસ્ત સર્જકોની સાથે નવા અને ઊગતા સર્જકોને પણ મંચ આપવો, તેમને શ્રોતા-પ્રેક્ષકો અને વાચકો સમક્ષ રજૂ કરવા. અને આ માટે ફિલ્મ કલાકારોને જ સેલિબ્રિટી તરીકે પેશ કરવાના રોલ-મોડેલથી હટીને, યુવાપેઢી સમક્ષ નવા વિચારશીલ સેલિબ્રિટી પેશ કરવા જરૂરી છે. આમ થાય તો જ આપણે ભવિષ્યની ‘નોલેજ સોસાયટી’ બની શકીશું. પરંતુ લોકોને નિરંતર નાવીન્ય ખપે છે. તેની સામે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં નવા નવા પ્રખર વક્તાઓ અને લેખકો-સર્જકોની વર્ષોવર્ષ વધતી સંખ્યા પણ, આંગળીને વેઢે ગણી શકાય તેટલી જ હોય છે. આ સ્થિતિમાં આપણા સમાજમાં, ગુજરાતીનો વધુ ઉપયોગ થાય અને એમાં વધુ લેખન અને વાતચીત થાય તેવી પરિસ્થિતિને પ્રોત્સાહન આપવું ખુબજ જરૂરી છે. સ્વાભાવિક છે કે ગુજરાતી વધારે શુદ્ધ અને ગુણવતાસભર હોય એવો આગ્રહ હોઈ શકે. પરંતુ આ માટે પ્રથમ તો ગુજરાતીમાં લેખન,વાંચન થાય અને વધુ લેખકો-સર્જકો પેદા થાય તેવું વાતાવરણ સર્જવું પડે, નહિ કે શુદ્ધતા અને ગુણવત્તાના હઠાગ્રહરૂપે થતી, પોતાના લેખન કરતા પણ વધારે લાંબી ચર્ચાઓ. જો ફ્રેન્ચની જેમ અંગ્રેજીના વિદ્વાનોએ બે સદી પહેલા આવો દુરાગ્રહ રાખ્યો હોત તો આજે એ વિશ્વભાષા ન બની હોત. પરંતુ ગુજરાતી ભાષા વિશેની પોતાની વિદ્વતાને કારણે, ભાષામાં શુદ્ધતા અને સાહિત્યમાં સત્વની આડમાં, ઊગતા સર્જકોની નિંદા કરીને, તેમને ગુજરાતીમાં લખતા અટકાવનાર નિષ્ણાંતો, પોતાની ભાષા ઓછી વપરાય તો પણ વાંધો નથી તેવી કાગારોળ મચાવે છે. આવા વડીલોના મત મુજબનું સાહિત્યજ ઉત્કૃષ્ટ અને ‘સાહિત્યિક’ ગણાય તેવો તેમનો દુરાગ્રહ હોય છે. અને એથી ‘ઓછા’ સ્તરના સાહિત્યનુંતો તેઓ સર્જન જ અટકાવવા મથે છે. આમ થવું ના જોઈએ. હકીકત એ છે કે જી એલ એફમાં આવવા ઇચ્છતા અનેક વંદનીય લેખકોને સાહિત્યનું રાજકારણ ફોન કરીને ન જવા માટે ધમકાવતું હોય છે. અને અમુકને તો રીતસર મનાઈ કરતુ હોય છે! આવા લોકો અનેકવાર અમારા સ્પોન્સર્સને પણ ધમકાવતા હોય છે. અમે એમને ઘણીવાર સમજાવીએ છીએ કે જી.એલ.એફ.નો પ્રયત્ન એવો છે કે તેમની આવતી પેઢી પણ ગુજરાતીમાંજ તેમનું લખાણ વાંચતી રહે. પરંતુ જો આ બાબતનો પણ એમને વિરોધ હોય, તો અમારે કંઈ કહેવાનું રહેતું નથી! ભાષા વહેતી રહેશે તેટલીજ જીવંત રહેશે અને તેનું તથા સાહિત્યનું સ્વરૂપ નિરંતર બદલતું રહે છે. જે તે સમયના ‘ઇન્ફ્લુઅન્સ’ કે અસરો મુજબજ તે ઘડાય છે, અને તેની ઉપર કોઈનો કાબુ શક્ય નથી. અમે દૃઢપણે માનીએ છીએ કે અગર નવી પેઢી પ્રોત્સાહિત થશે, તેમને હિન્દી અને અંગ્રેજીનાં આક્રમણ સામે પણ પોતાની ભાષામાં વિચારવાનું અને તેમની અભિવ્યક્તિ માટે પોતાની ભાષા જ વાપરવાનું મન થશે તો ગુણવત્તા આપોઆપ આવશેજ. નહિ કે ‘ગ્રામર નાઝી’ બનવાથી, કે અંગ્રેજીનાં બે શબ્દો ઓછા વાપરવાથી. જોકે, એ ત્યારે જ શક્ય બને જયારે તેમને નિરુત્સાહિત ન કરવામાં આવે. સેંકડો મિત્રો જી.એલ.એફ.ની નાની-નાની ભૂલો ઉજાગર કરીને જાણે પોતે સાહિત્ય અને ભાષા માટે ખરેખર કંઈ કરી છૂટ્યા હોય તેવો મિથ્યા આનંદ અનુભવતા હોય છે. પરંતુ અમે તો અમને યોગ્ય લાગે તેવું અને અમને આવડે એવું કામ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. અન્ય લોકોએ પણ પોતાને યોગ્ય લાગે તે રીતે સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત રહેવું જોઈએ. જીએલએફ કરતાં પણ સારા હોય તેવા અનેક સાહિત્યિક કાર્યક્રમોની ગુજરાતને જરૂર છે. રસ ધરાવતા લોકોને અમે મદદરૂપ થવા આતુર પણ હોઈએ જ છીએ. જોકે અપેક્ષાઓનો અંત નથી હોતો, પરંતુ અમારી શકિત અને સાધનો સીમિત છે. નાણાંકીય અગવડો, સમયનો અભાવ અને ઓછા લોકોની ઝાઝી મહેનતથી થતો કાર્યક્રમ ખરેખર કેટલો અઘરો છે તે સમજાવવા માટે ‘ઘાયલ કી ગત ઘાયલ જાને’ કહેવત જ પૂરતી છે. અમને ખરો હરખ એ છે કે અમારી અનેક ભૂલો છતાં પણ તમે સૌ અમારા પ્રયાસોને પ્રેમપૂર્વક વધાવી લો છો. એટલે જ દર વર્ષે, જી.એલ.એફ. આયોજિત ન કરવા માટેના કારણો ઘણાં વધારે અને મજબૂત હોવા છતાં અમે ફરીથી આયોજન કરવાની હિમ્મત કરતા રહ્યા છીએ. હજુ આગળ વધવા ભવિષ્યમાં તમારા રસ અને સહકારની અપેક્ષા છે. તમે અન્ય મિત્રોને જી.એલ.એફ. વિષે વાત કરીને; અમારા સ્પોન્સર્સને જી.એલે.એફ.ને ટેકો આપવા બદલ, સોશ્યિલ મીડિયા પર, પત્રથી કે રૂબરૂમાં થૅન્ક્સ કહીને; અને જે વાત સારી લાગી હોય તે વિષે પણ લખીને મદદ કરી શકો છો. આ વર્ષે એટલેકે 2020માં, ડિસેમ્બરની 16 થી 20 દરમિયાન ફરીથી અમદાવાદ ખાતે 9માં જી.એલ.એફ.ના આયોજનની અમારી ઈચ્છા છે. આગોતરી જાણકારી આપવાનું કારણ એ છે કે તમે અત્યારથીજ આ દિવસો દરમિયાન ફ્રી રહી શકો અને વિદેશ વસતા સગાં-મિત્રોને આમંત્રી શકો! જોકે આ અંગેની જાહેરાત થોડા મહિનાઓ પછી પૂરતી તૈયારી બાદ જ કરાશે. *** હવે જો આઠમી આવૃત્તિની વાત કરીએ તો આ વખતની અમારી લાગણી અને પરિસ્થિતિ જણાવવી ખૂબ જરૂરી છે. શુક્રવાર તારીખ 20ના રોજ સવારે અગિયાર વાગ્યાથી, જી.એલ.એફ.ના જાહેર કાર્યક્રમોની શરૂઆત થઈ. તે દિવસે સવારના સ્થાનિક અખબારોના પ્રથમ પાનાની તસવીરો અને સમાચાર જોઈ લેશો તો સમજી શકશો કે એવી પરિસ્થિતિમાં અમારી મનોસ્થિતિ કેવી રહી હશે! બુધવાર તારીખ 18 ના રોજ વર્કશોપ અને સાંજે શ્રી સંજય રાવલના વક્તવ્યથી કાર્યક્રમો શરૂ થયા ત્યારે પણ અમને શહેરમાં ઝડપભેર ડહોળાઈ રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો અંદેશો તો હતો જ, પરંતુ માહોલ આટલી ઝડપથી આટલો બધો બગડશે એનો અંદાજ કોઈને ન હતો. 19મીની સાંજે એટલે ગુરૂવારના રોજ, સ્ક્રિનરાઇટિંગ વર્કશોપ્સ સાથે જીએલએફ નો બીજો દિવસ હતો. અમે ઉદ્ઘાટન, આમંત્રિતો માટેના વિશિષ્ટ કાર્યક્રમો અને ભોજન સમારંભ ન કરવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ એ રાતથી બીજે દિવસે સવાર સુધીમાં, શહેરની અને અન્ય શહેરોની તનાવ ભરી પરિસ્થિતિના સમાચાર અમને સતાવી રહ્યા હતા - આટલી બધી તૈયારીઓ, મહેનત અને ખર્ચ બાદ કાર્યક્રમ રદ કરવો કે આગળ ધપાવવો? વક્તાઓ માટે બુક કરવામાં આવેલા અમુક હોટેલના રૂમ કેન્સલ કરી અને એમને અન્ય સ્થળે ખસેડવા પડ્યા. જેમાં ઘણાને અગવડ પડી હશે અને કોઈ નારાજ પણ થયા હશે, પરંતુ મોટાભાગનાએ રાજીખુશીથી ખૂબ મદદ કરી અને ટેકો આપ્યો. બીજે દિવસે સવારે ઉદ્ઘાટન કાર્યક્રમના એક કલાક પહેલાં સુધી અસમંજસ હતી કે હવે આગળ શું કરવું જોઈએ. આખરે અમે જેટલાં પણ લોકો હોય, આગળ વધવું જ, અને થઈ શકે એ બધા જ કાર્યક્રમો કરવા, એવો નિર્ણય લીધો. શહેરના કેટલાક વિસ્તારોમાં પોલીસ પર થયેલા હુમલાના વીડિયોને કારણે હોય કે છાપાની હેડલાઈન્સને કારણે હોય, ગુજરાત બહારથી આવનારાં અનેક મહેમાનોને અમદાવાદની ફ્લાઈટ પકડવામાં દહેશત લાગતી હતી. તેમને મનાવવા અને સમજાવવા સહેલું ન હતું. કેટલાક વક્તાઓ જે શહેરમાં પહોંચી ગયા હતા તેમને તેમના મિત્રો અને સગા-સંબંધીઓએ કહ્યું કે તેમણે અત્યારે અમદાવાદમાં ન રહેવું જોઈએ. વડોદરાથી આવી રહેલા અમુક મિત્રોએ કાર્યક્રમ કેન્સલ કર્યા. અમુક વકતાઓએ આ વર્ષે ન આવી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી. અનેક શાળાઓ, જે પોતાના વિદ્યાર્થીઓને વાર્તાકથન સ્પર્ધામાં મોકલવા ઉત્સુક હતી, તેમણે સ્પર્ધામાંથી ઉમેદવારી પાછી ખેંચી. ઇન્ડિયન સ્ક્રીનરાઇટિંગ ફેસ્ટિવલ માટે 30થી પણ વધુ વક્તાઓ મુંબઈથી આવી ચૂક્યાં હતાં. ફાઉન્ટેનહેડ, બિઝલિટફેસ્ટ અને આર્ટફેસ્ટ માટે પણ વક્તાઓ હાજર હતા. પણ આ બધીજ પરિસ્થિતિ છતાં અમે નિર્ધારિત સમારોહ શુક્રવારે સવારે યોજી અને કાર્યક્રમ આગળ ધપાવ્યો. ખૂબ ઈચ્છા અને કોશિશો છતાં આયોજનમાં કંઈક ખામીઓ રહી ગઈ હોવાથી કોઈ-કોઈ વક્તા કે શ્રોતાઓને કે પછી સ્ટોલ-ધારકોને તકલીફ પડી હોય તે સ્વાભાવિક છે. તે માટે અમે દિલગીર છીએ. કપરી પરિસ્થિતિમાં પણ અમને પ્રોત્સાહિત કરનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડા, સરકારના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુ પંડ્યા અને અનેક સ્પોન્સર્સ અને પાર્ટનર્સ કે જેમના યોગદાન વિના આ આયોજન શક્ય ના બન્યું હોત, તે સહુના અમે આભારી છીએ. વિશેષ આભાર તો શહેરની કપરી પરિસ્થિતિ છતાં પ્રેમપૂર્વક કાર્યક્રમમાં હાજર રહીને શક્ય બનાવનાર સહુ વક્તાઓ અને શ્રોતાઓનો માનીએ છીએ.

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

Let's Connect

sm2p0