આ રહ્યું તમારા માટે યોજાનારા આઠમા જીએલએફના કાર્યક્રમોનું સમય-પત્રક! ખાસ નોંધ લેવા વિનંતી કે 100 ઉપરાંત કાર્યક્રમો અને 200 ઉપરાંત વક્તા-કલાકારો આ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કારણે સમયમાં અને વેન્યૂમાં સતત ફેરફાર થતાં રહેશે. હજુ અમુક કાર્યક્રમો ઉમેરાશે અને મંગળવારે રાત્રે આખરી સુધારાઓ સાથેનું સમયપત્રક પ્રસિદ્ધ થશે. ત્યારબાદ થનારા સુધારાઓ સ્થળ પર જાહેર થતા રહેશે. જીએલએફ એ સંપૂર્ણપણે ફ્રી ફેસ્ટિવલ છે. અર્થાત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કોઈ ફી કે ટિકિટ નથી લેવાની હોતી. હા, મફત થતું રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. આ વર્ષે જીએલએફનું આયોજન સંપુર્ણ નવા અને વિશાળ સ્થળ પર થયું છે. પ્રવેશ અગાઉના વર્ષોના વેન્યુ કનોરીઆ સેન્ટરની સામે આવેલા ગુજરાત યુનિવર્સિટીના સુભાષચંદ્ર બોઝ દ્વારથી થશે. શુક્રવાર તા 20 ડિસેમ્બર, શનિવાર તા 21 ડિસેમ્બર ને રવિવાર તા 22 ડિસેમ્બરના રોજ સવારના 10થી રાત્રે 10 સુધી આ સ્થળ પર પાંચ કાર્યક્રમ સ્થળો, ફૂડ ફેસ્ટિવલ, બુક બાઝાર અને વેલે પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. આ બધા કાર્યક્રમો આયોજિત કરવા માટે જીએલએફના સ્વયંસેવકોની ટીમ વર્ષભર કોઈપણ પગાર વિના, અંગત વ્યવસાયિક કામકાજની સાથે-સાથે સમય ફાળવી અને કાર્યરત રહે છે. ગત વર્ષે અનેક કારણોસર અમે અમદાવાદનું આયોજન મોકૂફ રાખ્યું હતું અને માત્ર વડોદરા ખાતેજ આયોજન કર્યું હતું. જીએલએફને પડતી નાણાંભીડથી અવગત કેટલાક મિત્રોએ યથાશક્તિ સ્પોન્સરશિપ આપવાની તૈયારી દર્શાવી હતી. આથી અમે આ વર્ષથી વ્યક્તિગત સ્પોન્સરશિપ સ્વરૂપે મદદ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તમે પણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન વિભાગમાં આપેલી વિગતો મુજબ અમને ઈચ્છા પ્રમાણે મદદરૂપ થઇ શકો છો. આ કાર્યક્રમોના આયોજનમાં અમારા અંગત આગ્રહ-દુરાગ્રહો કોઈ ભાગ નથી ભજવતા. હા યુવાનો માટેના આ કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે અમારું રૂઝાન યુવા વક્તાઓ અને લેખકો તરફ વધારે હોયજ. અમે અમારી સમજણપૂર્વક, સામાન્યરીતે સહુને રસપ્રદ લાગે એવા, અવનવા અને સહુને ઉપયોગી હોય તેવા જ્ઞાનવર્ધક વિષયોને તથા આ તારીખોમાં ઉપલબ્ધ હોય તેવા વક્તાઓને પસંદ કરીએ છીએ. અમને અમારું સ્વાતંત્ર્ય ખુબજ પ્રિય છે અને એટલેજ અમે આ કેમ નહિ, આ કેમ, કે આ સાહિત્ય નથી કે આ શુદ્ધ ભાષા નથી જેવા અંગત મંતવ્યોના ડિબેટમાં નથી પડતા. અમારી માટે આ કાર્યક્રમો રસ પડે તેવું બધા સાથે શેર કરવાનો અવસર છે. જીએલએફને કોઈ ભાષા બંધન નથી, પરંતુ તેનું કેન્દ્રબિંદુ અને મિજાજ ગુજરાતી છે. અમારા કમ્યુનિકેશનમાં ભૂલો બદલ મિત્રો અમારો કાન આમળતા રહે છે, એ બદલ ખુબજ ધન્યવાદ. આ વર્ષે અમે એક નવો પ્રયોગ કર્યો છે - એ છે જીએલએફ ફૂડ ફેસ્ટિવલ। વિસરાયેલી અને પરંપરાગત તેમજ અલગ-અલગ વિસ્તારોની ગુજરાતી વાનગીઓને માણવા માટેનો મહોત્સવ એટલેકે 'સ્વાદ મહોત્સવ'. આશા છે કે આપ આ પ્રયોગને વધાવી લેશો. એક શેફ દ્વારા ક્યૂરેટ કરાયેલી શુદ્ધ વાનગીઓ તેનું મુખ્ય આકર્ષણ હશે. આ ઉપરાંત એન્કર બુક શોપ પરથી આપ પસંદના લેખકોના પુસ્તકો મેળવી શકશો. જીએલએફ તમારા માટેજ છે. માટે જીએલએફના કાર્યક્રમોની વિગતો અન્ય મિત્રો સુધી પહોંચાડવા વિનંતી. આશા રાખીએ કે તમે તુરંતથી રજિસ્ટર કરાવી લેશો અને સોશ્યિલ મીડિયા પર જીએલએફની પ્રસિદ્ધિમાં મદદ કરશો તેવી અપેક્ષા સાથે.

glf, gujlitfest

Gujarat Literature Festival,  glf, gujlitfest

આ રહ્યું તમારા માટે યોજાનારા આઠમા જીએલએફના કાર્યક્રમોનું સમય-પત્રક! ખાસ નોંધ લેવા વિનંતી કે 100 ઉપરાંત કાર્યક્રમો અને 200 ઉપરાંત વક્તા-કલાકારો આ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કારણે સમયમાં અને વેન્યૂમાં સતત ફેરફાર થતાં રહેશે. હજુ અમુક કાર્યક્રમો ઉમેરાશે અને મંગળવારે રાત્રે આખરી સુધારાઓ સાથેનું સમયપત્રક પ્રસિદ્ધ થશે. ત્યારબાદ થનારા સુધારાઓ સ્થળ પર જાહેર થતા રહેશે.

જીએલએફ એ સંપૂર્ણપણે ફ્રી ફેસ્ટિવલ છે. અર્થાત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કોઈ ફી કે ટિકિટ નથી લેવાની હોતી. હા, મફત થતું રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. આ વર્ષે જીએલએફનું આયોજન સંપુર્ણ નવા અને વિશાળ સ્થળ પર થયું છે. પ્રવેશ અગાઉના વર્ષોના વેન્યુ કનોરીઆ સેન્ટરની સામે આવેલા ગુજરાત યુનિવર્સિટીના સુભાષચંદ્ર બોઝ દ્વારથી થશે. શુક્રવાર તા 20 ડિસેમ્બર, શનિવાર તા 21 ડિસેમ્બર ને રવિવાર તા 22 ડિસેમ્બરના રોજ સવારના 10થી રાત્રે 10 સુધી આ સ્થળ પર પાંચ કાર્યક્રમ સ્થળો, ફૂડ ફેસ્ટિવલ, બુક બાઝાર અને વેલે પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.

આ બધા કાર્યક્રમો આયોજિત કરવા માટે જીએલએફના સ્વયંસેવકોની ટીમ વર્ષભર કોઈપણ પગાર વિના, અંગત વ્યવસાયિક કામકાજની સાથે-સાથે સમય ફાળવી અને કાર્યરત રહે છે. ગત વર્ષે અનેક કારણોસર અમે અમદાવાદનું આયોજન મોકૂફ રાખ્યું હતું અને માત્ર વડોદરા ખાતેજ આયોજન કર્યું હતું. જીએલએફને પડતી નાણાંભીડથી અવગત કેટલાક મિત્રોએ યથાશક્તિ સ્પોન્સરશિપ આપવાની તૈયારી દર્શાવી હતી. આથી અમે આ વર્ષથી વ્યક્તિગત સ્પોન્સરશિપ સ્વરૂપે મદદ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તમે પણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન વિભાગમાં આપેલી વિગતો મુજબ અમને ઈચ્છા પ્રમાણે મદદરૂપ થઇ શકો છો.

આ કાર્યક્રમોના આયોજનમાં અમારા અંગત આગ્રહ-દુરાગ્રહો કોઈ ભાગ નથી ભજવતા. હા યુવાનો માટેના આ કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે અમારું રૂઝાન યુવા વક્તાઓ અને લેખકો તરફ વધારે હોયજ. અમે અમારી સમજણપૂર્વક, સામાન્યરીતે સહુને રસપ્રદ લાગે એવા, અવનવા અને સહુને ઉપયોગી હોય તેવા જ્ઞાનવર્ધક વિષયોને તથા આ તારીખોમાં ઉપલબ્ધ હોય તેવા વક્તાઓને પસંદ કરીએ છીએ. અમને અમારું સ્વાતંત્ર્ય ખુબજ પ્રિય છે અને એટલેજ અમે આ કેમ નહિ, આ કેમ, કે આ સાહિત્ય નથી કે આ શુદ્ધ ભાષા નથી જેવા અંગત મંતવ્યોના ડિબેટમાં નથી પડતા. અમારી માટે આ કાર્યક્રમો રસ પડે તેવું બધા સાથે શેર કરવાનો અવસર છે. જીએલએફને કોઈ ભાષા બંધન નથી, પરંતુ તેનું કેન્દ્રબિંદુ અને મિજાજ ગુજરાતી છે. અમારા કમ્યુનિકેશનમાં ભૂલો બદલ મિત્રો અમારો કાન આમળતા રહે છે, એ બદલ ખુબજ ધન્યવાદ.

આ વર્ષે અમે એક નવો પ્રયોગ કર્યો છે - એ છે જીએલએફ ફૂડ ફેસ્ટિવલ। વિસરાયેલી અને પરંપરાગત તેમજ અલગ-અલગ વિસ્તારોની ગુજરાતી વાનગીઓને માણવા માટેનો મહોત્સવ એટલેકે 'સ્વાદ મહોત્સવ'. આશા છે કે આપ આ પ્રયોગને વધાવી લેશો. એક શેફ દ્વારા ક્યૂરેટ કરાયેલી શુદ્ધ વાનગીઓ તેનું મુખ્ય આકર્ષણ હશે. આ ઉપરાંત એન્કર બુક શોપ પરથી આપ પસંદના લેખકોના પુસ્તકો મેળવી શકશો.

જીએલએફ તમારા માટેજ છે. માટે જીએલએફના કાર્યક્રમોની વિગતો અન્ય મિત્રો સુધી પહોંચાડવા વિનંતી. આશા રાખીએ કે તમે તુરંતથી રજિસ્ટર કરાવી લેશો અને સોશ્યિલ મીડિયા પર જીએલએફની પ્રસિદ્ધિમાં મદદ કરશો તેવી અપેક્ષા સાથે.

#glf #gujlitfest

આ રહ્યું તમારા માટે યોજાનારા આઠમા જીએલએફના કાર્યક્રમોનું સમય-પત્રક! ખાસ નોંધ લેવા વિનંતી કે 100 ઉપરાંત કાર્યક્રમો અને 200 ઉપરાંત વક્તા-કલાકારો આ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કારણે સમયમાં અને વેન્યૂમાં સતત ફેરફાર થતાં રહેશે. હજુ અમુક કાર્યક્રમો ઉમેરાશે અને મંગળવારે રાત્રે આખરી સુધારાઓ સાથેનું સમયપત્રક પ્રસિદ્ધ થશે. ત્યારબાદ થનારા સુધારાઓ સ્થળ પર જાહેર થતા રહેશે. જીએલએફ એ સંપૂર્ણપણે ફ્રી ફેસ્ટિવલ છે. અર્થાત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કોઈ ફી કે ટિકિટ નથી લેવાની હોતી. હા, મફત થતું રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. આ વર્ષે જીએલએફનું આયોજન સંપુર્ણ નવા અને વિશાળ સ્થળ પર થયું છે. પ્રવેશ અગાઉના વર્ષોના વેન્યુ કનોરીઆ સેન્ટરની સામે આવેલા ગુજરાત યુનિવર્સિટીના સુભાષચંદ્ર બોઝ દ્વારથી થશે. શુક્રવાર તા 20 ડિસેમ્બર, શનિવાર તા 21 ડિસેમ્બર ને રવિવાર તા 22 ડિસેમ્બરના રોજ સવારના 10થી રાત્રે 10 સુધી આ સ્થળ પર પાંચ કાર્યક્રમ સ્થળો, ફૂડ ફેસ્ટિવલ, બુક બાઝાર અને વેલે પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. આ બધા કાર્યક્રમો આયોજિત કરવા માટે જીએલએફના સ્વયંસેવકોની ટીમ વર્ષભર કોઈપણ પગાર વિના, અંગત વ્યવસાયિક કામકાજની સાથે-સાથે સમય ફાળવી અને કાર્યરત રહે છે. ગત વર્ષે અનેક કારણોસર અમે અમદાવાદનું આયોજન મોકૂફ રાખ્યું હતું અને માત્ર વડોદરા ખાતેજ આયોજન કર્યું હતું. જીએલએફને પડતી નાણાંભીડથી અવગત કેટલાક મિત્રોએ યથાશક્તિ સ્પોન્સરશિપ આપવાની તૈયારી દર્શાવી હતી. આથી અમે આ વર્ષથી વ્યક્તિગત સ્પોન્સરશિપ સ્વરૂપે મદદ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તમે પણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન વિભાગમાં આપેલી વિગતો મુજબ અમને ઈચ્છા પ્રમાણે મદદરૂપ થઇ શકો છો. આ કાર્યક્રમોના આયોજનમાં અમારા અંગત આગ્રહ-દુરાગ્રહો કોઈ ભાગ નથી ભજવતા. હા યુવાનો માટેના આ કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે અમારું રૂઝાન યુવા વક્તાઓ અને લેખકો તરફ વધારે હોયજ. અમે અમારી સમજણપૂર્વક, સામાન્યરીતે સહુને રસપ્રદ લાગે એવા, અવનવા અને સહુને ઉપયોગી હોય તેવા જ્ઞાનવર્ધક વિષયોને તથા આ તારીખોમાં ઉપલબ્ધ હોય તેવા વક્તાઓને પસંદ કરીએ છીએ. અમને અમારું સ્વાતંત્ર્ય ખુબજ પ્રિય છે અને એટલેજ અમે આ કેમ નહિ, આ કેમ, કે આ સાહિત્ય નથી કે આ શુદ્ધ ભાષા નથી જેવા અંગત મંતવ્યોના ડિબેટમાં નથી પડતા. અમારી માટે આ કાર્યક્રમો રસ પડે તેવું બધા સાથે શેર કરવાનો અવસર છે. જીએલએફને કોઈ ભાષા બંધન નથી, પરંતુ તેનું કેન્દ્રબિંદુ અને મિજાજ ગુજરાતી છે. અમારા કમ્યુનિકેશનમાં ભૂલો બદલ મિત્રો અમારો કાન આમળતા રહે છે, એ બદલ ખુબજ ધન્યવાદ. આ વર્ષે અમે એક નવો પ્રયોગ કર્યો છે - એ છે જીએલએફ ફૂડ ફેસ્ટિવલ। વિસરાયેલી અને પરંપરાગત તેમજ અલગ-અલગ વિસ્તારોની ગુજરાતી વાનગીઓને માણવા માટેનો મહોત્સવ એટલેકે 'સ્વાદ મહોત્સવ'. આશા છે કે આપ આ પ્રયોગને વધાવી લેશો. એક શેફ દ્વારા ક્યૂરેટ કરાયેલી શુદ્ધ વાનગીઓ તેનું મુખ્ય આકર્ષણ હશે. આ ઉપરાંત એન્કર બુક શોપ પરથી આપ પસંદના લેખકોના પુસ્તકો મેળવી શકશો. જીએલએફ તમારા માટેજ છે. માટે જીએલએફના કાર્યક્રમોની વિગતો અન્ય મિત્રો સુધી પહોંચાડવા વિનંતી. આશા રાખીએ કે તમે તુરંતથી રજિસ્ટર કરાવી લેશો અને સોશ્યિલ મીડિયા પર જીએલએફની પ્રસિદ્ધિમાં મદદ કરશો તેવી અપેક્ષા સાથે. #glf #gujlitfest

Let's Connect

sm2p0